રાજય સરકારે કરેલા મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કર્મચારી યુનિયનો
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
રાજય સરકારે ગુજરાત એસ.ટી.નિગમનાં કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને હવે રાજય સરકારનાં અન્ય કર્મચારીઓની જેમજ એસ.ટી.નાં 39-હજાર જેટલા કર્મચારીઓને ચાલુ ફરજે અવસાનનાં કિસ્સામાં રૂ.14 લાખ આપવાનો નિર્ણય કરાયો છે. ૠજછઝઈના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કર્યો છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ.8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.દરમ્યાન એસ.ટી.નાં ત્રણે માન્ય યુનિયનોની બનેલી સંકલન સમિતિનાં હોદ્દેદારોનાં જણાવ્યા મુજબ આ બાબતે સમિતિની લાંબા સમયની રજૂઆત હતી.જે સરકારે માન્ય રાખતા યુનિયનો સરકારનો આભાર માને છે.