ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અનેક વન્યપ્રાણીઓ આવ્યા છે અને તેની સામે સકકરબાગ ઝુમાંથી સિંહોની જોડીઓ આપવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઉદયપુરના બાયો પાર્કમાંથી લોમડીની બે જોડી, લક્કડ બગ્ગાની 1 જોડી, શિયાળની બે જોડી, જંગલી બિલ્લીની એક જોડી અને બે ચિંકારાને લાવવામાં આવશે.
- Advertisement -
આ પ્રાણીઓને ત્યાંથી રવાના કરી દેવાયા છે જે સોમવારની મોડી રાત્રીના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવી પહોંચશે. બાદમાં આ 14 જેટલા પ્રાણીઓ સંગ્રહાલયમાંથી એક સિંહની જોડી (નર અને માદા)ને લેકસિટી ઉદયપુરનાબાયો પાર્કમાં મોકલવામાં આવશે. આ સમગ્ર કામગીરી એનિમલ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે. હવે મંગળવારે સિંહની જોડીને જયપુર માટે રવાના કરવામાં આવશે. આમ જયપુરના બાયો પાર્કમાં ગુજરાતના સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.