વૃદ્ધ દર્દીઓના દાખલ થવાના કેસોની સંખ્યામાં વધારો
ખાસ-ખબર સંવાદદાતા
યુકેમાં હવે કોરાનાના વેરિઅન્ટ ઇજી.5.1 જે એરિસ નામે પ્રચલિત છે તેના સાત નવા કેસો નોંધાયા હોવાનું ધ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી-યુકેએચએસએ- દ્વારા જણાવવામાં આવ્યું હોવાના પગલે કોરોના મહામારી ફરી ન ઉથલો મારે તે માટે તંત્ર સાબદું બની ગયું છે. તાજાઆંકડાઓ અનુસાર યુકેમાં 14.6 ટકા કેસો એરિસ વેરિઅન્ટના હોવાનું જણાયું છે. યુકેએચએસએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમારા આગલા અહેવાલની સરખામણીમાં આ અઠવાડિયે કોરોનાના કેસોના દરમાં વધારો જણાયો છે. 4,396 રેસ્પિટરી નમૂનામાંથી 5.4 ટકા કેસો કોરોનાના જણાયા હતા.
- Advertisement -
અગાઉના અહેવાલમાં 4,403 ક્ેસોમાંથી 3.7 ટકા કેસો કોરોનાના જણાયા હતા. એશિયામાં એરિસના કેસોની સંખ્યા વધવાને પગલે 31 જુલાઇએ તેને વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. યુકેએચએસએ જણાવ્યું હતું કે ઇજી. 5.1 3 જુલાઇ 2023ના રોજ મોનિટરિંગમાં પહેલીવાર ઝડપાયો હતો. એ પછી એશિયામાં તેના કેસોમાં વધારો થયો હતો. યુકેએચએસએના ઇમ્યુનાઇઝેશન વિભાગના વડા ડો. મેરી રામસેએ જણાવ્યું હતું કે આ અઠવાડિયાના રિપોર્ટમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓના કેસોમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.