પાંચ વખતના વધારા પછી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટયા
ડિસેમ્બરમાં ત્રણ સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશમાં કુલ 29.9 લાખ ટન પેટ્રોલનું વેચાણ કર્યુ
- Advertisement -
પેટ્રોલનું વેચાણ ગયા વર્ષના ડિસેમ્બર કરતા 9.8 ટકા વધારે
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૧.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત હોટેલ તથા રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૪.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર મહિને ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવને ધ્યાનમાં રાખી એટીએફ અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે.
દિલ્હીમાં એક કીલોલીટર એટીએફનો ભાવ ૧૪૦૧.૩૭ રૂપિયા ઘટીને ૯૦,૪૫૫.૪૭ રૂપિયા થયો છે. સળંગ બે મહિના ભાવ વધારવામાં આવ્યા પછી એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ એટીએફના ભાવમાં એક નવેમ્બરે ૨૯૪૧.૫ રૂપિયા અને એક ડિસેમ્બરે ૧૩૧૮.૧૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૪.૫ રૂપિયા ઘટીને ૧૮૦૪ રૂપિયા થયો છે. આ અગાઉ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સળંગ પાંચ વખત વધારો કરાયો હતો. ડિસેમ્બરમાં ત્રણ સરકારી કંપનીઓએે દેશમાં કુલ ૨૯.૯ લાખ ટન પેટ્રોલનું વેચાણ કર્યુ હતું. આ વેચાણ ગયા વર્ષના ડિસેમ્બર કરતા ૯.૮ ટકા વધારે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ૨૭.૨ લાખ ટન પેટ્રોલનું વેચાણ થયું હતું. ડિસેમ્બરમાં ડિઝલની માંગ ૪.૯ ટકા વધીને ૭૦.૭ લાખ ટન રહી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસાના મહિનાઓમાં વાહનોની અવર જવર ઘટી જતાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો જોવા મળે છે.




