ગુજરાત ગેસે CNGમાં 6.45 રૂપિયા વધાર્યા
ફરી બંને ઈંધણના ભાવમાં 80 પૈસા વધ્યા
પેટ્રોલ અને ડીઝલ સહિત સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજે સવારથી લાગુ થઇ ગયો છે. જ્યારે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં એક જ ઝાટકે રુપિયા 6.45નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગૂ થઈ ગયો છે. સીએનજીનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો, જે વધીને રુપિયા 76.98 થયો છે. સીએનજીના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે.ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જોવા મળી રહ્યાં છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 6 એપ્રિલ, આજ થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.41 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.67 રુપિયા પ્રતિ લીટર થઈ જશે. 5 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી અત્યાર સુધીમાં 13 વખત વધારો થયો છે. કાચા તેલની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય માનાંક બ્રેંટ ક્રૂડ 1.59 ટકાના વધારા સાથે 109.24 ડોલર પ્રતિ બેરલ પહોંચી ચૂક્યું છે.