ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
સાહસ અને શૌર્યના પ્રતીક સમાન ગિરનાર પર્વત પર આગામી 4 જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા માટે રાજ્યના 30 જિલ્લાઓમાંથી કુલ 1377 સ્પર્ધકોએ પોતાની અરજીઓ નોંધાવી છે. આ સ્પર્ધામાં સીનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ-બહેનો એમ કુલ 4 વયજૂથમાં રમતવીરો પોતાની પ્રતિભા બતાવશે. પસંદગી પામેલા ખેલાડીઓએ 3 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે ભવનાથ તળેટી ખાતે નીચે મુજબના સ્થળોએ રિપોર્ટિંગ કરવાનું રહેશે જેમાં સીનિયર ભાઈઓ: સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ તળપદા કોળી જ્ઞાતિ વાડી સીનિયર અને જુનિયર બહેનો: ભરવાડ સમાજની વાડી હાજર થવાનું રહેશે સ્પર્ધાની પસંદગી પામેલા ખેલાડીઓની યાદી, રદ થયેલા નામો અને અન્ય વિગતવાર માહિતી ઉુમજ્ઞ ષીક્ષફલફમવ ના ફેસબુક પેજ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે ઇનામની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં આ વખતે સ્પર્ધકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સ્પર્ધકોના રહેવા, જમવા અને સુરક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.



