ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય 2જી ઓકટોબરથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સક્કરબાગ આવતા મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવાની જાહેરાત થતા પ્રથમ દિવસે 13,320 લોકોએ ફ્રીમાં મુલાકાત લીધી હતી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રોજ વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને આ સ્પર્ધા એક સપ્તાહ સુધી ચાલશે વિદ્યાર્થીમાં પર્યાવરણ અને વન્ય પ્રાણી વિષે વધુ જાગૃતતા આવે તેવા પ્રયાસ ઝૂ અધિકારીઓ દ્વારા થઇ રહ્યા છે ત્યારે એક સપ્તાહ સુધી ઝૂ મુલાકાતીઓ માટે નિ:શુલ્ક કરતા રોજ બરોજ હજારો પ્રવસીઓ વન્ય પ્રાણીને જોવા ઉમટી પડયા છે ત્યારે સાત દિવસમાં લાખો પ્રવસીઓ મુલાકાત કરે તેવું જોવા મળી રહ્યું છે.