ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની વિગત જોઈએ તો રાજકોટમાં રહેતા અને મેશન એન્જિનિયરિંગ વર્ક નામે મેટોડામાં સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટનું કારખાનું ધરાવતા પંકજભાઈ સમાયા એ આપેલ સર્જીકલ વસ્તુના બદલામાં આંધ્રપ્રદેશના વેપારી અને ડોક્ટર કે જે મહેશ્વરી સર્જીકલ નામે પેઢી ધરાવે છે અને તેણે આપેલ 13 લાખનો ચેક રિટર્ન થતા નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ કેસમાં મેશન એન્જિનિયરિંગ વર્ક નામે પેઢી ધરાવતા ડોક્ટર જે ધન મંજયા જે પોતે મહેશ્વરી સર્જીકલ અને જે.ડી મેડીટટેક નામે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં પેઢીઓ ધરાવે છે ફરિયાદી ની પેઢી સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલી છે તથા આરોપી પણ ડોક્ટર હોય તે અને તેને બે ફર્મ જે ડોક્ટર હોવાની સાથે સાથે સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ નો વેપાર પણ કરતા હોય તે માટે બંને વચ્ચે વ્યાપારિક સંબંધો બંધાયેલ હતા અને ફરિયાદીને વિશ્વાસ આવતા બંને ફર્મને ફરિયાદી માલ સામાન સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ રૂપે અવારનવાર પૂરો પાડતા હતા
- Advertisement -
તેમણે ફરિયાદી પાસેથી રૂપિયા 14,62,613 નો માલ સામાન ખરીદેલ અને એ માલના બદલામાં અંકે રૂપિયા 13,00,000 નો ચેક આપેલ અને તે ચેક આપતી વખતે તમે ચેક નાખશો એટલે પૈસા મળી જશે એવું પાકું વચન વિશ્વાસ આપેલ આરોપીઓએ આપેલ વચન વિશ્ર્વાસ મુજબ ફરિયાદીએ પોતાની બેંકમાં ચેક નાખતા આ ચેક UNPAID BY THE DRAWEE BANKના સેરા સાથે પરત કરેલ જેથી ફરિયાદીને છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદીએ પોતાના વકીલ કુલદીપસિંહ બી જાડેજા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ તેમ છતાં ડોક્ટર એ નોટિસ નો જવાબ આપેલ નહીં કે પૈસા પરત કરેલ નહીં. જેથી આ કામના ફરિયાદીએ નામદાર કોર્ટમાં આંધ્રપ્રદેશની ફર્મ તથા ડોક્ટર વિરુદ્ધ કોર્ટમાં નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તથા ફરિયાદીએ ફરિયાદ સાથે આ વ્યવહાર ને લગતા બિલો તથા વિવિધ પુરાવાઓ નામદાર કોર્ટમાં રજૂ રાખેલ છે. આ કેસમાં ફરિયાદી મેશન એન્જિનિયરિંગ વર્ક વતી રાજકોટના વકીલ કુલદીપ સિંહ બી જાડેજા જ્યોત્સનાબા પી. જાડેજા રવિરાજસિંહ પરમાર હેતલ ભટ્ટ રિંકલ પરમાર, ભૂમિલ સોલંકી રોકાયેલા છે