ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે આગળ વધી રહી છે. લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી હતુ જે સોમવારે 13.8 અને મંગળવારે 13.5 ડિગ્રી રહ્યું હતુ. આમ, છેલ્લા બે દિવસથી ઠંડીમાં મામુલી વધારો થઇ રહ્યો છે. પરિણામે બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હોય ઠંડીમાં 1.2 ડિગ્રીનો વધારો થયો છે. હવે ડિસેમ્બર માસની શરૂઆત સાથે ઠંડીમાં વધુ ફેરફાર નજરે પડશે. હાલ જૂનાગઢ શહેરમાં 13.5 અને ગિરનાર પર્વત પર 9.5 ડિગ્રી ઠંડી રહી છે. દરયિમન મંગળવારે લઘુત્તમ 13.5 અને મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી નોંધાયું હતુ.