ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે અને આજે લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો છે. નલિયામાં આજનું લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે જે ગઇકાલ કરતાં 2 ડિગ્રી ઓછું છે અમરેલીમાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું છે. રાજકોટમાં ગઇકાલે લઘુતમ તાપમાન 16 ડિગ્રી હતું તેમાં આજે અડધા ડિગ્રીનો વધારો થયો છે. ભાવનગરમાં ગઈકાલે 18 અને આજે 17.8 ડિગ્રી, ભુજમાં ગઈકાલે 18 અને આજે 17. 4 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.પોરબંદરમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી રહ્યું છે.



