થોડા સપ્તાહ પહેલા ફિલ્મ ‘12th ફેઈલ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ UPSC એસ્પાયરેંટ્સની કહાની છે. આજે આ ફિલ્મનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે.
વિધુ વિનોદ ચોપરા તેમની આગામી એકેડમિક ડ્રામા ફિલ્મ ‘12th ફેઈલ’ લઈને આવી રહ્યા છે. થોડા સપ્તાહ પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ UPSC એસ્પાયરેંટ્સની કહાની છે. આજે આ ફિલ્મનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
ફિલ્મનું ટ્રેલર
ફિલ્મ ‘12th ફેઈલ’ના ટ્રેલરની શરૂઆત વિક્રાંત મેસીથી થાય છે. આ ફિલ્મમાં એક્ટર મનોજ કુમાર શર્મા પાત્ર ભજવી રહ્યા છે. જેઓ ચંબલના એક ગામમાંથી દિલ્હીના મુખર્જી નગરમાં upscની તૈયારી કરવા માચે આવે છે. જ્યાં ભણવાની સાથે ટોયલેટ સાફ કરીને બીજા નાના મોટા કામ કરવા પડે છે. પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને સપોર્ટ ના કરી શકે, તેથી આ પ્રકારે કામ કરે છે.
મહેનત કરવા છતાં વારંવાર એક્ઝામમાં ફેઈલ થતા મનોજનું મનોબળ તૂટી જાય છે. તેમ છતાં ફરી વાર રિસ્ટાર્ટ કરે છે. આ ફિલ્મમાં UPSC એસ્પાયરેંટ્સની મહેનત વિશે જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
સત્ય ઘટના પર આધારિત
આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ અનુરાગ પાઠકે લખી છે અને તે નવલકથા પર આધારિત છે. જે IPS અધિકારી મનોજ કુમાર શર્મા અને IRS અધિકારી શ્રદ્ધા જોશીનું શાનદાર સફર દર્શાવે છે. ફિલ્મ ‘12th ફેઈલ’ રિઅલ લોકેશન પર રિઅલ વિદ્યાર્થીઓ વચ્ચે શૂટ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
3 ઈડિયટ્સના મેકર વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ ‘12th ફેઈલ’નું ડાયરેક્શન કર્યું છે. ઝી સ્ટુડિયોઝે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ ‘12th ફેઈલ’ 27 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, જે હિંદી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.