ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથમાં પડેલા ભારે વરસાદના કારણે પશુપાલકોને પશુઓને ખવડાવવાનો ચારો પલળી ગયો હતો અને આ ચારો નાશ પામવાથી પશુપાલકોને ઘાસની જરૂરિયાત ઊભી થઈ હતી. આ વિકટ સમયમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રનાં કર્મચારીઓ દ્વારા તા.23 જુલાઈથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 11 જેટલા ગામોમાં પશુપાલકોને 1290 જેટલા ઘાસ કાર્ડ ઈસ્યુ કરીને ઘાસચારાનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
જેમાં વેરાવળ તાલુકાના અસરગ્રસ્ત ગામો સોનારીયા, મીઠાપુર, કાજલી, બાદલપરા, નાવદ્રા, ભાલપરા, ભેરાળા, મેધપુર, આજોઠા, સવની, તાંતીવેલા સહિતના ગામોના પશુપાલકો માટે ઘાસચારા વિતરણ માટે 1290 જેટલા ઘાસકાર્ડ તૈયાર કરી બાબરા ડેપોમાંથી ઘાસ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
- Advertisement -
નોંધનીય છે કે પશુપાલકોને સરેરાશ 1-ઘાસકાર્ડમાં 5(પાંચ) પશુઓની સંખ્યા આવરી લેવામાં આવે છે અને 1-પશુ દિઠ 4 કિ.ગ્રા. ઘાસ આપવામાં આવે છે. વધુમાં વધુ 5 પશુઓ દિન-7 સુધી ઘાસ આપી શકાય અને 1-ઘાસકાર્ડ દિઠ 140 કિ.ગ્રા. ઘાસ દિવસ-7 માટે નિયમ મુજબ આપવામાં આવી રહ્યું છે.