ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે વહેલી સવારે યોગા, ઝુમ્બા ડાન્સ કરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સન્ડે ઓન સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 126 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સન્ડે ઓન સાઈકલ રેલી ડીટીસી પોલિસ હેડકવાર્ટરથી નીકળી મુખ્ય માર્ગો પર 5 કિલોમીટર ફરીને પરત પોલીસ હેડકવાર્ટર પહોંચી હતી.
સુરેન્દ્રનગરમાં રવિવારે 126 પોલીસ કર્મચારીએ 5 કિમી સાઈકલ ચલાવી
