ઈંગ્લેન્ડના કિંગની તાજપોશી સાથે સબંધ
ખાસ-ખબર સંવાદદાતા
121 વર્ષ જુની કેડબરી ચોકલેટને હરાજી માટે મૂકવામાં આવી રહી છે. ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ કેડબરી ખૂબ જ જૂની કંપની છે. પરંતુ વર્ષ 1902માં જ્યારે એક 9 વર્ષની બાળકીને કેડબરી ચોકલેટ આપવામાં આવી તો તેણે તેને ખાવાના બદલે સંભાળીને મૂકી દીધી.વર્ષ 1902માં આ ખાસ ચોકલેટ ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ ટઈંઈં અને રાણી એલેક્ઝાન્ડ્રાની તાજપોશીની યાદમાં બનાવવામાં આવી હતી.
- Advertisement -
તે સમયે બાળકોને મોંઘી ચોકલેટ એટલી સરળતાથી નહોતી મળતી તેથી જ્યારે શાળામાં અભ્યાસ કરતી 9 વર્ષની મેરી એન બ્લેકમોરને તે મળી તો તેણે તેને ખાવાને બદલે મહારાજાની તાજપોશીની સ્મૃતિ તરીકે સંભાળીને રાખી. આ વેનીલા ચોકલેટ મેરીના પરિવારમાં દાયકાઓથી છે પરંતુ હવે મેરીની પૌત્રીએ તેની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે જીન આ ચોકલેટનું ટીન બોક્સ લઈને હૈનસનના હરાજી કરનારાઓ પાસે પહોંચી ત્યારે લોકોને તેના અસ્તિત્વની ખબર પડી.
હૈનસન્સ ઓક્શનિયર્સના મોર્વેન ફેયરલીએ કહ્યું કે, તે સમયે આ એક મોટી ભેટ હતી કારણ કે બાળકોને ક્યારેય ચોકલેટ નહોતી મળતી. આ સ્પષ્ટ રૂપે આ નાની છોકરી માટે એક ખાસ ભેટ હતી. તેને લાગ્યું કે તે તેને સ્પર્શ પણ ન કરી શકે. ચોકલેટના બોક્સ પર રાજા અને રાણીની તસવીર પણ બનાવવામાં આવી છે. ચોકલેટની હરાજી હૈનસન્સ ખાતે કરવામાં આવશે અને ઓછામાં ઓછા :100 થી :150 (લગભગ રૂૂ. 16,000)મળવાની અપેક્ષા છે.