39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 5 જાન્યુઆરીના યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.5 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. જેમાં રાજયભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.
- Advertisement -
ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 4 વય ગ્રુપમાંથી કુલ 1207 સ્પર્ધકો પસંદગી પામેલ છે. જેમાં ગૃપ પ્રમાણે સિનિયર ભાઈઓ 558, જુનિયર ભાઈઓ 366, સિનિયર બહેનો 149, જુનિયર બહેનો 134 સ્પર્ધકો ભાગ લેશે. આ 4 વિભાગના પ્રથમ 10 વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. 840000ના ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવશે.
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા. 5/1/202પના સવારે 7 કલાકે યોજાનાર છે. પસંદગી પામેલ સ્પર્ધકો એ તા. 4/1/2024ના રોજ બપોર પછી 3 કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી, સિનિયર – જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.આ સ્પર્ધા ની પસંદગી યાદી તથા રદ થયેલ નામોની યાદી તથા સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી ઉુમજ્ઞ ઉીંક્ષફલફમવ ફેસબુક આઇડી પર મૂકવામાં આવેલ છે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર 0285- 2630490 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.