ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.18
માધવપુરના મેળામાં 7 ઉુતા સહિત 1200 નો પોલિસ અને સુરક્ષા ટીમનો સ્ટાફ તૈનાત કરાયો છે. ડીવાયએસપી અને 12 જેટલા પી.આઇ, તેમજ 55 જેટલા પીએસઆઇની ટીમ મેળા ગ્રાઉન્ડમાં ખડેપગે ફરજ પર છે. માધવપુર મેળામાં સી-ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ, ખાનગી તથા યુનીફોર્મમાં રહી મહીલા તથા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ સુસજ્જ છે. સર્વેલન્સ સ્કોર્ડ- સમગ્ર મેળા ગ્રાઉંન્ડમાં મોબાઇલ ચોરી કે અન્ય કોઇ બનાવ ન બને તેના ઉપર વોચ/તકેદારી રાખશે. સમગ્ર મેળા ગ્રાઉંન્ડમાં થતી હીલચાલ ઉપર નજર રાખી રહી છે. સી.સી.ટી.વી. કંન્ટ્રોલરૂમ/પી.એ. સીસ્ટમ-24 કલાક માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જેનો જરૂર પડ્યે તાત્કાલીક ઉપયોગ કરવા,મેળા ગ્રાઉન્ડ – બીચ ઉપર વોચ ટાવર રાખવામાં આવ્યા છે.
- Advertisement -
જેમાં પોલીસ કર્મચારી દુરબીન તથા વોકીટોકીથી સજ્જ રહી મેળા ગ્રાઉંન્ડ ઉપર બાજ નજર રખાઈ રહી છે. માઉન્ટેન પોલીસનું દરીયાઇ કાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સતત વોચ-તકેદારી રાખવામાં આવી રહી છે. નાગરીકોની સુવીધાને ધ્યાને રાખી મેળા ગ્રાઉંડ તથા સભાસ્થળ ખાતે 24 કલાક માટે પોલીસ હેલ્પ ડેસ્ક(બુથ) ઉપલબ્ધ રાખી તાત્કાલીક નાગરીકોના પ્રશ્નોનું નીરાકરણ કરાઇ છે. દરીયા કાંઠે બનતી દૂર્ઘટનાને પહોચી વળવા માટે 24 કલાક માટે બીચ ઉપર કર્મચારીઓ ફાયર બ્રીગેડ વાહન સાથે બંદોબસ્ત, પાર્કીગ ઉપર વ્યવસ્થીત પાર્કીગ થાય તે માટે પોલીસ બંદોબસ્ત, મેળા દરમીયાન ટ્રાફીક સમસ્યાને પહોચી વળવા માટે રોડ ઉપર ટ્રાફીક પોલીસ કર્મચારી દ્વારા 24 કલાક બંદોબસ્ત,હાઇવે રોડ ઉપર બેરીકેટીંગ વડે બીન જરૂરી વાહનોનું પાર્કીગ રોકી, રોડ ઉપરથી પસાર થતા માણસો સાથે કોઇ દુર્ઘટના ન બને તે માટે પુરતી તકેદારી રાખવી.