ઇકો બ્રિકસ એટલે પ્લાસ્ટીકની બોટલમાં પ્લાસ્ટીકનો કચરો ભરવો, આ ઈકો બ્રિક્સનો ફૂલ છોડનાં ક્યારામાં ઉપયોગ કરી શકાય.
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં આવેલી ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળાનાં છાત્રોએ પર્યાવરણ સરક્ષણ માટે નવતર પ્રયોગ કર્યો હતો. શાળાનાં 120 છાત્રોએ 200 થી વધુ ઇકો બ્રિકસ બનાવી છે. ઇકો બ્રિકસ એટલે પ્લાસ્ટીકની બોટલમાં પ્લાસ્ટીકનો કચરો ઠાંસી ઠાંસીને ભરવો અને બાદ આ બોટલનો ફૂલ છોડનાં ક્યારામાં ઉપયોગ કરવામાં આવે છે.
જૂનાગઢ ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળાનાં આચાર્ય દુષ્યતભાઇ જોષીનાં માર્ગદર્શનમાં પૂર્ણાશુ દુધાત્રા કો – ઓર્ડીનેશન હેઠળ શાળામાં ઇકો બ્રિકસ પ્રોજેકટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણ સરક્ષણમાં મદદ મળે છે. આ અંગે પૂર્ણાશુ દુધાત્રાએ કહ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટીક જમીન પર 500 વર્ષ સુધી સડતું નથી અને જમીનને બિન ઉપજાવબનાવી દે છે. આવા પ્લાસ્ટીકને સળગાવવાથી વાતાવરણમાં ઝેરી ગેસ ભળે છે. જેથી પ્લાસ્ટીકને સળગાવવી તેનો નિકાલ કરવો પર્યાવરણમાટે હાનીકારક છે.
પ્લાસ્ટીકનો ઇકો બ્રિકસ તરીકે ઉપયોગ કરવો જોઇએ. ઇકો બ્રિકસ એટલે પ્લાસ્ટીકની બોટલમાં આપણા ઘરમાં આવેલા પ્લાસ્ટીકને કચરામાં ન ફેકતા આવી બોટલમાં ઠાંસી ઠાંસીને ભરવું. આ પ્લાસ્ટીકમાં સિંગલ યુઝ પોલીથીન જેવુ કે ઝભલા, ચોકલેટનાં રેપર્સ, કાસ્ટ ફૂડનાં પેકેટસ જેવી સુકી વસ્ત હોય તેને બોટલમાં ભરવી જોઇએ. એક લીટરની બોટલમાં આશરે જમીન પર 150 ચોરસ ફૂટમાં પથરાય તેટલું પ્લાસ્ટીક સમાય છે. આવા ઇકો બ્રિકસ બનાવ્યા બાદ તેમાથી ફૂલ છોડ માટે ક્યારો કે અન્ય ઘણી ક્રિયેટીવ વસ્તુઓ બનાવી શકાય છે. આ પ્રોજેકટ હેઠળ અત્યાર સુધી આશરે 120 છાત્રોએ 200 થી વધુ ઇકો બ્રિકસ બનાવી પર્યાવરણ પ્રહરી બન્યાં છે.આ પ્રોજેકટ માત્ર પ્રોજેકટ તરીકે જ નહી પરંતુ બાળકોમાં પર્યાવરણ બચાવવાની જવાબદારીનો ભાવ અત્યારથી જ આવે અને સારી ટેવનું નિર્માણ થયા તેવો છે.


