ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીના મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની 120 બોટલનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે નવલખી ફાટક નજીક શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા રોપી હિતેશ ગોવિંદ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી ટીમે મકાનમાં રેડ કરી દારૂની 120 બોટલ કીમત રૂ 1,56,000 નો જથ્થો કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી હિતેશ ડાભી મળી આવ્યો ના હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.