ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે રાજય એન.એસ.એસ. સેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ભક્તકવિનરસિહ મહેતા યુનીવર્સીટી જુનાગઢ પ્રાયોજીત સૌ પ્રથમવાર ખાસ બહેનો માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ જુનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ 12 યુનીવર્સીટીના 59 જેટલા એન.એસ.એસ.નાં સ્વયં સેવક (બહેનો) એ તાલીમ લીધી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ યજ્ઞ નારાયણ ચૌબે આસીસ્ટન્ટ કમિશ્નર એમ્પ્લોયર પ્રોવિડેન્ડ ફંડ જુનાગઢ, યતીશભાઈ વૈષ્ણવ હિસાબી અધિકારી ભક્તકવિ નરસિહ મહેતા યુનીવર્સીટી જુનાગઢ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, નોડલ ઓફિસર ડો. રૂપલબેન ડાંગર, ડો. દીનાબેન લોઢીયા ,ભાવિનભાઈ, પરેશભાઈ ચૌહાણના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢમાં 12 યુનિ.ના બહેનોની સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ
