હવામાન વિભાગનું અનુમાન છે કે મંગળવારે દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે. જોકે કોઇ પણ પ્રકારની ચેતવણી જારી કરવામાં નથી આવી. સૈન્ય દ્વારા હાલમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. ભારતીય સૈન્યના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા ઓપરેશન રાહત લોન્ચ કરવામાં આવ્યું છે. સૈન્ય આ ઓપરેશન હેઠળ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર વગેરે પૂર પ્રભાવિત વિસ્તારોમાં અનેક લોકોનો જીવ બચાવી ચુક્યું છે.
59 આર્મી કોલમ, 17 એન્જિનીયર ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સૈન્યની મદદથી આશરે 13000 લોકોને સારવાર મળી ચુકી છે. હાલમાં પંજાબમાં સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં રાહતની કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
પંજાબમાં છેલ્લાં 13 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અમૃતસરના આર્યા ગામમાં ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે નુકસાન થયું છે.. ખેડૂત ગુરભેત સિંહ જેવા ખેડૂતોએ પોતાની 80 એકર જમીન પરનો 100 ટકા પાક ગુમાવ્યો છે.




