તાલાલા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુભાઈ સુવાગીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
જામવાળા ગીર સુધી હયાતમાર્ગની સાઈડો સરખી કરી નવનિર્મિત બનાવી પ્રજાની મુશ્કેલી દૂર કરો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા ગીરથી જામવાળા ગીર 29 કિ.મી સ્ટેટ હાઇવે નો માર્ગ નવનિર્મિત બનાવવા ત્રણ વર્ષ પહેલાં સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યારબાદ આ માર્ગ તાલાલા ગીર થી બામણાસા ગીર સુધી નવનિર્મિત બનેલ છે પરંતુ બામણાસા ગીરથી જામવાળા ગીર સુધી 12 કિ.મી સુધીનો માર્ગ પહોળો કરવા વન વિભાગની મંજૂરી ના અભાવે અટકી ગયેલ કામગીરી તુરંત શરૂ કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી થઈ છે.
માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જીકુભાઇ સુવાગીયા એ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે તાલાલા થી જામવાળા પૈકી બામણાસા ગીર ગામ સુધીનો માર્ગ પહોળો અને નવનિર્મિત બની ગયો છે પરંતુ બામણાસા ગીર થી જામવાળા ગીર સુધી માર્ગ પહોળો બનાવવા વન વિભાગે મંજૂરી આપેલ નહીં માટે 12 કિ.મી માર્ગની કામગીરી ત્રણ વર્ષથી અટકી ગઈ છે.
બામણાસા ગીરથી જામવાળા ગીર સુધીનો માર્ગ વર્ષો પહેલા બનેલ હોય માર્ગ સાવ ખલાસ થઈ ગયો છે તેમજ માર્ગની બંને સાઈડો બેસી ગઈ છે પરિણામે વાહનો ઉથલી પડવાનાં તથા અકસ્માતના બનાવો વારંવાર બની ગયા છે જેનો નિર્દોષ વાહનચાલકો ભોગ બને છે માટે બામણાસા ગીરથી જામવાળા ગીર સુધીનો નાનો હયાત માર્ગની સાઈડો ભરી ખલાશ થઈ ગયેલ માર્ગ તુરંત નવનિર્મિત બનાવી તાલાલા,ગીર ગઢડા,ઉના,કોડીનાર ચાર તાલુકાની ગ્રામીણ પ્રજા તથા દિવ,તુલશીશ્યામ થી સાસણગીર જતા આવતા પ્રવાસીઓની પરેશાની નો તુરંત સુખરૂપ નિવારણ લાવવા પત્રના અંતમાં જીકુભાઈ સુવાગીયા એ સરકાર સમક્ષ માંગણી કરી છે.
- Advertisement -



