રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી એકમ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય શાખાના દરોડા
ફૂડ શાખાની ભેળસેળ કરનાર સામે રાબેતા મુજબ કાર્યવાહી, નોટિસ આપી સંતોષ વ્યક્ત કરાયો !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફરાળી એકમ અને ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પેકેજ્ડ ફૂડ અને વિવિધ ફરાળી વસ્તુઓનું નિરીક્ષણ શરૂ કરવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોય અને ફરાળી વાનગીઓનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ વાનગીમાં બિન-ફરાળી વસ્તુ ખાસ કરીને મકાઈનો લોટ ન ભળી જાય અને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે સવારે આરોગ્ય શાખા દ્વારા ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે આવેલી ઠક્કર ફરસાણ અને રાજશક્તિ ફરસાણમાં તપાસ કરવામાં આવી હતી. અહિં રોજની 40થી 50 કિલો પેટીસ બનાવવામાં આવતી હોવાનું અને હોલસેલ વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ગુરુવારે સવારે ગાંધીગ્રામ વિસ્તારના એસ.કે. ચોક પાસે આવેલી રાજશક્તિ અને ઠક્કર ફરસાણ અને ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગુણવત્તા અને શુદ્ધતાની ખાતરી કરવા માટે પેટીસના નમૂના લઈને આગળના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. લોટની તપાસ ઉપરાંત, બટાકાની ગુણવત્તા, તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા અને સૂકા મેવા કે મગફળીની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી. રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ ચેકિંગ પૂરા શ્રાવણ મહિના દરમિયાન કરવામાં આવશે તેમજ ભેળસેળ કરનાર સામે કાર્યવાહી અને દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત અખાદ્ય વસ્તુ મળશે તો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
કાળાં ડિબાંગ દાઝીયું તેલમાં બનતી હતી પેટીસ !
આ દરોડા દરમિયાન, ઠક્કર ગૃહ ઉદ્યોગ અને રાજશક્તિ ફરસાણમાંથી ગંભીર બેદરકારી સામે આવી હતી. બંને સ્થળોએ ફરાળી પેટીસ વારંવાર એક જ તેલમાં તળવામાં આવતી હોવાનું જોવા મળ્યું હતું. તેલના બગાડનું માપદંડ ઝજ્ઞફિંહ ઙજ્ઞહફિ ઈજ્ઞીક્ષિં (ઝઙઈ) બંને સ્થળેથી 30 જેટલું નોંધાયું હતું, જે સામાન્ય શ્રેણી 24 કરતાં ઘણું ઊંચું છે. આ દર્શાવે છે કે તેલનો વધુ પડતો ઉપયોગ એટલે કે ’દાઝિયા’ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી 12 કિલો અને રાજશક્તિ ફરસાણમાંથી 10 કિલો ‘દાઝિયું’ તેલ મળી આવતા, તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આવા ’દાઝિયા’ તેલનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત રોગો અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવી લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
- Advertisement -
17 ધંધાર્થીને લાઈસન્સ અંગે સૂચના
ફૂડ વિભાગ દ્વારા આજે ઋજઠ વાન સાથે શહેરના જય પાર્ક રોડ અને જીવરાજ પાર્ક-અંબિકા ટાઉનશીપ રોડ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગમાં કુલ 19 ધંધાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાંથી 17 ધંધાર્થીઓને ફૂડ લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે.