બે ભેજાબાજો સામે A ડિવિઝન પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટમાં અંબિકા ટાઉનશીપ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં અને કોઠારીયા સોલવન્ટ મહમદબાગના ગેઇટ પાસે કલ્પેશ ટ્રેડીંગ નામના ડેલામાં ભંગારની લે-વેચ કરતાં કલ્પેશભાઈ મોહનભાઈ રાણપરીયા ઉ.39એ ગૌરવ કિરીટ પીઠડીયા અને અક્ષય જેન્તી પીપળીયા સામે એ ડિવિઝન પોલીસે છેતરપીંડી, આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અઢી વર્ષ અગાઉ ઢોલરામાં ભંગારની લે-વેચ કરતા અક્ષય પીપળીયા પાસેથી આઠેક લાખ રૂપીયાનો બીડનો ભંગાર વેચાણથી ખરીદ્યો હતો જે પેટે આઠ લાખનો ચેક અક્ષય પીપળીયાને આપેલ હતો. જેમાં રૂ.4 લાખનો ભંગારનો માલ ખરાબ હોય જેથી તેના ભંગારનો માલ પરત કરેલ હતો અને બાદમાં કામ ધંધો સારો ચાલતો ન હોય જેથી તેઓ સ્ક્રેપના કામ કાજ અર્થે મુંબઇ ગયેલ અને ત્યાં થોડા દિવસ રોકાયેલ અને ત્યાં સ્ક્રેપનો ધંધો ચાલુ કરેલ હતો.
મુંબઈ એકાદ વર્ષ રોકાઈને રાજકોટ પરત આવેલ અને તેમનું સી.એ.નું કામ કાજ સંભાળતા ગોંડલ રોડ પર જિમ્મી ટાવરમાં ઓફીસ ધરાવતાં ગૌરવ પીઠડીયાની ઓફીસે ગયેલ અને તેમની પાસે પોતાના જી.એસ.ટી.ના આઇ.ડી. પાસવર્ડ માંગતા તેમણે વાત કરેલ કે, માર્ચ-2023 માં અક્ષય મારી પાસે ઓફીસે આવેલ અને જણાવેલ કે, કલ્પેશભાઇનું અકસ્માત થયેલ છે અને મારે તેઓના જી.એસ.ટી.ના આઇ.ડી. પાસવર્ડની જરૂર છે તમે મને આપો તેમ કહેતા અક્ષયને કહેલ કે, મારે અલ્પેશભાઇ પાસેથી ફી પેટેના રૂ.10 હજાર લેવાના બાકી છે તમો મને આપો તો હું આઇ.ડી. પાસવર્ડ આપું તેમ કહેતા તેમને રૂ.15 હજાર આપતા તમારા જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ અક્ષયને આપેલ હતાં જેથી અક્ષય પાસે જઈ જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ માંગતા તેઓએ કહેલ કે, મારી પાસે તમારા જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ નથી અને તમારે મને રૂપીયા આઠ લાખ આપવા ન પડે જેથી તમો મારી પાસે ખોટુ બોલો છો તેવી વાત કરેલી હતી. ત્યારબાદ એકાદ મહીના પછી ઓગષ્ટ-2023 માં તેને જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ પરત આપેલ હતાં.
ત્યારબાદ તેમના મીત્ર વિપુલભાઇ પટેલ ને વાત કરતા તેઓએ તેમના સી.એ. મહેશભાઇનો કોન્ટેકટ કરાવતા તેઓને મળી વાત કરી તેમની પાસે જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડ ચેક કરાવતાં માર્ચ-2023 થી ઓગષ્ટ-2023 સુધીમાં અક્ષય પીપળીયાએ કલ્પેશ ટ્રેડીંગ પેઢીના જી.એસ.ટી.ના આઈ.ડી. પાસવર્ડનો દુરૂપયોગ કરી રૂ.12,77, 50,054.73ના ખોટા બીલો ફરિયાદીની પેઢીના જી.એસ.ટી. ખાતામાં બનાવેલ હોવાનું જાણવા મળતા ફરીયાદ પરથી એ ડિવિઝન પીઆઈ આર.જે.બારોટ અને ટીમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.



