બાલવાટિકામાં 2853, પહેલા ધોરણમાં 4334 નવમા ધોરણમાં 2723 અને 11માં ધોરણમાં 1900 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શૈક્ષિણક કાર્યનો શુભારંભ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
રાજ્યભરની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને સરકારી શાળાઓમાં બાળકોનું સ્થાયીકરણ થાય તેમજ ક્ધયા કેળવણીને પ્રોત્સાહન મળે એવા શુભ આશયથી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર જિલ્લામાં પણ ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રવેશોત્સવમાં આઈ.સી.ડી.એસ. વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી ડો. રણજીત કુમાર સિંહ,જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ વિભાગના નાયબ સચિવ એમ. એસ. શાહ, જિલ્લા પંચાયતના સદસ્યઓ સહિત પદાધિકારી અને અધિકારીઓએ વિવિધ શાળાઓમાં અઘ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. આમ જિલ્લામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને તેમના શૈક્ષણિક કારકિર્દીના પ્રથમ પગથિયે નામાંકન કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
આ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ 11810 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
જિલ્લાની 305 પ્રાથમિક શાળા અને 63 માધ્યમિક શાળામાં બાલવાટિકામાં 2853, પહેલા ધોરણમાં 4334 નવમા ધોરણમાં 2723 અને 11 માં ધોરણમાં 1900 વિદ્યાર્થીઓને પ્રવેશ મહાનુભાવો એ અપાવ્યો છે.
જિલ્લામાં ગત તા. 26 થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવેશોત્સવમાં ક્ધયાએ કુમારો થી વધુ સંખ્યામાં પ્રવેશ મેળવ્યો છે. બાલવાટિકામાં 1475, પહેલા ધોરણમાં 2216, ધોરણ નવમાં 1556, ધોરણ 11 માં 1131 ક્ધયાઓ સહિત 6378 ક્ધયાઓને આ પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 5432 કુમાર અને 6378 ક્ધયાઓનો સમાવેશ થાય છે.આમ જિલ્લાની શાળાઓમાં 946 જેટલી ક્ધયાઓની સંખ્યા પ્રવેશ મેળવવામાં વધુ નોંધાયા છે. પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ -2024 અંતર્ગત શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કાર્યક્રમ તા. 26,27 અને 28 જૂન સુધી યોજવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા શાળા અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત રાજ્યમાં 100% નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં પ્રવેશપાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જેમાં આઈસીડીએસના કમિશનર ડો. રણજીત કુમાર સિંહ, પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર વગેરે અધિકારી તથા પદાધિકારીઓ આ શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિ.કે.પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.