ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,793 નવા કેસો સામે આવ્યા છે અને કોવિડથી 27 મોત પણ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 96,700 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દૈનિક પોઝિટિવીટ રેટ 2.49 ટકા છે, જ્યારે અઠવાડીયાનો પોઝિટિવિટી રેટ 3.36 ટકા રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 4,73,717 કોરોના ટેસ્ટ કર્યા છે.
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 197.31 કરોડ ડોઝ લાગી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 96,700 છે. હાલમાં એક્ટિવ કેસ 0.22 ટકા છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.57 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9486 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કુલ રિકવરી રેટ વધીને 4,27,97,092 થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 86.14 કરોડ કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં 12–14 વર્ષની ઉંમરના લોકોનું રસીકરણ 16 માર્ચ 2022ના રોજ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 3.64 કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આવી જ રીતે 18-59 વર્ષની ઉંમરના લોકોને કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન 10 એપ્રિલ 2022થી શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિન અભિયાનમાં ગતિ લાવવા માટે કામ કરી રહી છે.
India reports 11,793 fresh COVID19 cases & 27 deaths today; Active caseload at 96,700 pic.twitter.com/mBVgmJr8be
- Advertisement -
— ANI (@ANI) June 28, 2022
ગઈ કાલે આટલા આવ્યા હતા કેસ
ભારતમાં ગત રોજ 17 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. તારીખ 27 જૂનના રોજ 17,073 કોરોના કેસ નોંધાયા તો 21 દર્દીઓનાં મોત થયા હતા, આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 94,920 પર પહોંચી ગયો હતો. જો કે, આજના કેસ એડ થતાં હવે એક્ટિવ કેસની સંખ્યા 96 હજારને પાર થઈ ગઈ છે.