દેશના પ્રતિષ્ઠિત નાગરિકોએ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને નુપુર શર્મા કેસમાં કોર્ટના અન્ય બે જજોની ટીપ્પણી અંગે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું
ટીકા કરનારાઓ વિરુદ્ધ લેફ્ટ ઈકોસિસ્ટમ પણ એક્ટિવ થઇ
- Advertisement -
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નયાધીશ સૂર્યકાંત અને પાટડીવાળાના નુપુર શર્મા પર દુર્ભાગ્યપૂર્ણ અને વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં 15 જેટલા સેવા નિવૃત્ત ન્યાયાધીશ 77 નિવૃત્ત અધિકારીઓ અને 25 સેવાનિવૃત્ત સેના અધિકારીઓએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ ઉપરાંત એડવોકેટ જયા સુકીને અૠ ઊંઊં વેણુગોપાલને નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટના મૌખિક અવલોકનો પરના નિવેદનો માટે જસ્ટિસ (નિવૃત્ત) જગ ઢીંગરા, વરિષ્ઠ વકીલ અમન લેખી અને રામા કુમાર સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સંમતિ માટે પત્ર લખ્યો છે. થોડા સમય અગાઉ સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો દ્વારા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ઝાટકણી કરતા મૌખિક નિવેદન આપવામાં આવ્યું હતું કે હાલ દેશમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાળાએ ઉદયપુરના ક્ધહૈયાલાલની ક્રૂર હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે નૂપુર શર્માની બેફામ વાણીએ આખા દેશને ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે.
આ દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને પારડીવાળાની ટિપ્પણીઓ પર 15 રિટાયર્ડ જજ 77 નિવૃત્ત અધિકારીઓ અને 25 સેવા નિવૃત અન્ય અધિકારીઓ દ્વારા ખુલ્લુ નિવેદન જાહેર કરાયું છે. તેમના દ્વારા અપાયેલા નિવેદનમાં તેઓ લખે છે કે અમે દેશના જવાબદાર નાગરિક ના રૂપમાં વિશ્ર્વાસ કરીએ છીએ કે કોઈપણ દેશનું લોકતંત્ર ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી તમામ સંસ્થાઓ સંવિધાન મુજબ પોતાના કર્તવ્યોનું પાલન કરે. સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશોની તાજેતરની ટિપ્પણીઓ એ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે, અને અમને આ નિવેદન આપવા મજબુર કર્યા છે.
નોંધનીય છે કે નૂપુર શર્માએ પોતાના જીવન પર જોખમ હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ દાખલ થયેલા અલગ અલગ રાજ્યોના કેસને દિલ્હી સ્થળાંતર કરવાની અરજી દાખલ કરી હતી જેના ઉપર જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાળા સુનાવણી કરી રહ્યા હતા, દરમિયાન તેઓએ નુપુર શર્મા ની વિવાદિત ટિપ્પણીને લઇને અલગ-અલગ રાજ્યોમાં દાખલ થયેલી ફરિયાદો અને દિલ્હી સ્થળાંતરિત કરવાની મનાઈ સાથે કહ્યું હતું કે, નૂપુર શર્માએ પોતાના પ્રચાર અથવા તો રાજનૈતિક એજન્ડા માટે મહંમદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.
- Advertisement -
તો બીજી તરફ ઓપઇન્ડીયાના નુપુર જે શર્મા અને અૠ ને નિવૃત્ત જસ્ટિસ ઢીંગરા અને અન્ય બે સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. એડવોકેટ જયા સુકીને અૠ ઊંઊં વેણુગોપાલને નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટના મૌખિક અવલોકનો પરના નિવેદનો માટે જસ્ટિસ (નિવૃત્ત) જગ ઢીંગરા, વરિષ્ઠ વકીલ અમન લેખી અને રામા કુમાર સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સંમતિ માટે પત્ર લખ્યો છે.