અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોના જીવનને રોજગારીથી રોશન કરવા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ભૂજ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિશ્ર્વ દિવ્યાંગ દિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને પગભર કરવાના હેતુથી નિમણુંક પત્રો આપવામાં આવ્યા. 111 દિવ્યાંગોને અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પો સહિત અન્ય કંપનીઓમાં રોજગારી માટે નિમણુંક પત્રો આપવામાં આવ્યા છે. આ પ્રસંગે અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણી, કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વી. જે. રાજપૂત, કચ્છના એડિ. કલેક્ટર નિમેષ પંડ્યા, કચ્છ નવનિર્માણ અભિયાનના પ્રમુખ દિપેશ શ્રોફ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્ર્વ દિવ્યાંગ દિને રોજગારીના 111 નિમણુક પત્ર અપાયા
You Might Also Like
TAGGED:
adanifoundation, AppointmentLetters, employment, Rajkot, WorldDivyangDay
Follow US
Find US on Social Medias