દક્ષિણ મિઝોરમના હંથિયાલ જિલ્લામાં એક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 શ્રમિકોના મોત થયા છે. એક શ્રમિક હજુ પણ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોમવારે બપોરે ખનન દરમિયાન પથ્થરની ખાણ ધસી પડી હતી. જેમાં અનેક મજૂરો દટાયા હતા. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
મિઝોરમના હંથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધસી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા-મોટા પથ્થરો ઉપરથી તૂટીને શ્રમિકો પર પડ્યા હતા, જેમાં 12 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધીમાં ટીમે ખાણમાં દટાયેલા 11 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે, એક શ્રમિક હજુ પણ લાપતા છે. બચાવ કાર્ય હજુ પણ યથાવત છે.
- Advertisement -
મોટાભાગના શ્રમિકો બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી
પ્રાપ્ત વિગતો અનુસાર, 11માંથી 4 શ્રમિકો પશ્ચિમ બંગાળના નાદિયા અને ઉત્તર 24 પરગણાના રહેવાસી હતા. એક મજૂરના જણાવ્યા અનુસાર, પથ્થર પડ્યાના લગભગ ચાર કલાક બાદ બચાવ કાર્ય શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના શ્રમિકો બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. પાંચ એક્સેવેટર, એક સ્ટોન ક્રશર અને એક ડ્રિલિંગ મશીન દટાયેલા છે.
#UPDATE | Search & rescue teams recovered three more bodies from the debris of stone quarry which was collapsed at Maudarh village in Mizoram's Hnahthial dist. So far 11 bodies have been recovered and one person is still missing: Saizikpuii, Additional Dy Commissioner, Hnahthial https://t.co/sZKFeGQKUt
— ANI (@ANI) November 15, 2022
- Advertisement -
અત્યાર સુધીમાં મળી આવ્યા કુલ 11 મૃતદેહો
NIA અનુસાર, હંથિયાલના એડિશનલ ડેપ્યુટી કમિશનર સૈજિકપુઈએ મંગળવારે રાત્રે કહ્યું કે સર્ચ અને રેસ્ક્યૂ ટીમે મિઝોરમના હંથિયાલ જિલ્લાના મૌદ્રહ ગામમાં પથ્થરની ખાણના કાટમાળ નીચેથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે. આ ખાણનો કોન્ટ્રાક્ટ ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને છેલ્લા અઢી વર્ષથી અહીં ખનનની કામગીરી ચાલી રહી હતી.
સોમવારે બપોરનો બનાવ
ખનન કામમાં લાગેલા શ્રમિકો બપોરે લગભગ 3 વાગ્યે ભોજન કરીને કામ પર પાછા ફર્યા હતા ત્યારે પથ્થરની ખાણ ધસી પડી હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ખાણમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. પથ્થરો પડવાને કારણે નીચે ઘણા શ્રમિકો અને મશીનો દટાઈ ગયા હતા.