ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના દોલતપરામાં યોજાયેલ રાત્રિ સભામાં 11 જેટલા પ્રજાકીય પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પહેલરૂપ એવા પિંક-ગ્રે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા નાગરિકો વિવિધ સરકારી સેવામાં અગ્રતાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. આ રાત્રી સભામાં વહીવટી તંત્રની ટીમે સ્થાનિક નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળ્યા હતા, અને તેના નિરાકરણ માટેની પ્રક્રિયા હાથ ધરવાની સાથે 11 જેટલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર્યું હતું.ઉપરાંત સામાજિક સુરક્ષા, શિક્ષણ, રોજગાર સહિતની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યરત પ્રોજેક્ટ આશીર્વાદ, પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે સહિતની પ્રજાલક્ષી પહેલ વિશે દોલતપરાના સ્થાનિક નિવાસીઓને અવગત કરવવામાં આવ્યા હતા.
દોલતપરાની રાત્રિસભામાં તંત્ર દ્વારા સ્થળ પર જ 11 પ્રશ્નોનું નિરાકરણ
