ઉત્તરપ્રદેશ વૉરિયર્સે છઝખનો ઉપયોગ કરીને દિપ્તી શર્માને રૂ.3.2 કરોડમાં ખરીદી
ઑક્શનમાં 67 ખેલાડીઓના નસીબ ચમક્યા : 23 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મહિલા પ્રિમીયર લીગ (ઠઙક) ની 2026 સીઝન માટે મેગા હરાજી ગુરુવારે પૂર્ણ થઈ. હરાજીમાં કુલ 277 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 67 ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. પાંચ ફ્રેન્ચાઇઝી પાસે કુલ 73 જગ્યાઓ ઉપલબ્ધ હતી, પરંતુ ટીમોએ મળીને 67 ખેલાડીઓ ખરીદ્યા.
મહિલા પ્રીમિયર લીગના પ્રથમ મેગા ઓક્શનનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. આ ઓક્શનમાં કુલ 67 ખેલાડીઓનું નસીબ ચમક્યું, જેમાં 23 વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ખેલાડીઓ પર કુલ 40 કરોડ 8 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઞઙ વોરિયર્ઝ સૌથી મોટા પર્સ (14.50 કરોડ રૂપિયા) સાથે ઓક્શનમાં ઉતરી હતી. ઞઙ વોરિયર્ઝે દિલ ખોલીને પૈસા ખર્ચ્યા અને ટોપ-5 સૌથી મોંઘી ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓને કરોડપતિ બનાવી. ભારતીય ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટોચ પર રહી.
- Advertisement -
આ હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા રહી, જેને ઉત્તર પ્રદેશ વોરિયર્સે છઝખ (રાઇટ ઓફ સેલ) વિકલ્પનો ઉપયોગ કરીને રૂ.3.2 કરોડમાં ખરીદી હતી. ફ્રેન્ચાઇઝીઓએ કુલ રૂ.40.8 કરોડ ખર્ચ્યા હતા. ઠઙક 2026 સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે, અને ફાઇનલ 5 ફેબ્રુઆરીએ યોજાશે.
ઘણી ટીમોએ દીપ્તિ માટે બોલી લગાવી હતી, પરંતુ અંતે, ઉત્તર પ્રદેશે છઝખ કાર્ડનો ઉપયોગ કરીને તેને રૂ.3.20 કરોડમાં જાળવી રાખી હતી. આ માત્ર હરાજીની સૌથી ઊંચી બોલી જ નહોતી, પરંતુ ફ્રેન્ચાઇઝીના તેના ઓલરાઉન્ડ કૌશલ્યમાં વિશ્વાસની પણ નિશાની હતી. દીપ્તિને તાજેતરમાં 2025ના ઘઉઈં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેણીએ 215 રન અને 22 વિકેટ સાથે ભારતની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
દીપ્તી ઉપરાંત, ન્યુઝીલેન્ડની ઓલરાઉન્ડર અમેલિયા કેરને મુંબઈ ઇન્ડિયન્સમાં 3 કરોડ રૂપિયામાં પોતાના સ્કવોડમાં સામેલ કરી છે. હરાજીમાં કર સૌથી મોંઘી વિદેશી ખેલાડી હતી. કેર માટે મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે જોરદાર જંગ થયો. 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે, ખેલાડી પર કુલ 26 વખત બોલી લગાવવામાં આવી હતી પરંતુ આખરે મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગઈ.
ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને યુપી વોરિયર્સની ભૂતપૂર્વ કેપ્ટન એલિસા હીલી અનસોલ્ડ રહેતા સૌથી આશ્ચર્યજનક વાત રહી. કોઈ ટીમે તેના માટે બોલી લગાવી નહીં. એલાના કિંગ, ઉમા છેત્રી, તાજમીન બે્રટ્સ અને અમનદીપ કૌર સહિત અન્ય મોટા નામો પણ અનસોલ્ડ રહ્યાં હતા.
આ હરાજીમાં કુલ 67 ખેલાડીઓ વેચાયા હતા.277 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી.11 ખેલાડીઓને 1 કરોડથી વધુની બોલી મળી હતી.પાંચ ફ્રેન્ચાઇઝીઓએ હરાજીમાં રૂ.40.80 કરોડ ખર્ચ્યા હતા.
2026ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીઓ
દીપતી શર્મા, યુપી વોરિયર્સ, રૂ.2 કરોડ
અમેલિયા કેર, મુંબઈ ઇન્ડિયન્સ, રૂ.3 કરોડ
શિખા પાંડે, યુપી વોરિયર્સ, રૂ. .4 કરોડ
સોફી ડિવાઇન, ગુજરાત જાયન્ટ્સ, રૂ.2 કરોડ
મેગ લેનિંગ, ગુજરાત જાયન્ટ્સ, રૂ.9 કરોડ
ચેનિલ હેનરી, દિલ્હી કેપિટલ્સ, રૂ.3 કરોડ



