ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટિક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતાં આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ગઈકાલના રોજ 11 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1638 લોકેશન ચેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત કુલ 498 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવી હતી.
આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું છે.