કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં, હજુ પણ કરોડોથી વધુ લોકોએ પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. આ સાથે, તેમણે કહ્યું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. PAN અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 સુધી હતી. આ સમયમર્યાદા પછી PAN અને આધારને લિંક કરનારાઓ પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું- લગભગ 11.48 કરોડ પાન કાર્ડ હજુ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાયેલા નથી. તેમણે માહિતી આપી હતી કે 1 જુલાઈ, 2023 થી 31 જાન્યુઆરી, 2024 સુધી જે વ્યક્તિઓએ લિંક કર્યું નથી તેમની પાસેથી ફીનું કુલ કલેક્શન રૂ. 601.97 કરોડ થયુ છે.
- Advertisement -
આવકવેરા અધિનિયમ 1961 ની જોગવાઈઓ હેઠળ, દરેક વ્યક્તિ જે જુલાઈ 2017 સુધીમાં પાન કાર્ડ ફાળવવામાં આવ્યું. અને આધાર નંબર મેળવવા લાયક બન્યા હતા . તેમના માટે લિંકિંગ ફરજિયાત છે. ગયા વર્ષે આવકવેરા વિભાગે કહ્યું હતું કે જે લોકો તેમના આધારને લિંક કરવામાં નિષ્ફળ ગયા છે તેમના PAN જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે. એટલું જ નહીં, કરદાતાઓ આવા PAN સામે કોઈ રિફંડ લઈ શકશે નહીં. આ સાથે TDS અને TCS પણ ઊંચા દરે વસૂલવામાં આવશે.