વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા શસ્ત્રો સજાવતી પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરનાર પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી આગામી તા.20મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગઈકાલે પેંડા ગેંગના જેલમાં બંધ 11 સભ્યોનો કબજો મેળવી તમામને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના એટલે કે આગામી તા.20 સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે મુરઘા ગેંગના લીડર મુરઘા સહીત ત્રણને ઝડપી લીધા હતા જેને ફાયરિંગના ગુનામાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
- Advertisement -
મંગળા મેઈન રોડ ઉપ્પર ગત 29 તારીખે થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસ ધીમે ધીમે કડકાઈ વર્તી રહી છે એક પછી એક આરોપીઓને પકડી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી રહી છે ત્યારે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ તે ગેંગના 11 આરોપીઓ જેલમાં બંદીવાન હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે તમામ 11 આરોપીઓનો કબ્જો લીધો હતો જેમાં રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો ઝાલા, પરિક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળદા, જીજ્ઞેશ ઉર્ફે ભયેલો રાબા, પરિમલ ઉર્ફે પરિીયો ત્રિભુવન સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા, જૈવીક ઉર્ફે મોન્ટુ રોઝાસરા, કમલેશ ઉર્ફે કમલો મહેતા, સંજયુરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા, રણજીત ઉર્ફે કાનો ટિકીટ ગોહેલ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો જાડેજાનો સમાવેશ થાય છે આ તમામ 11 આરોપીઓને ગુજસીટોકના ગુનામાં ગઈકાલે સ્પેશ્યલ કોર્ટમાં રજૂ અકર્તા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે રણજીત ઉર્ફે કાનો અને હિતેન્દ્રસિંહને થોડા સમય પહેલાં જ એસઓજીએ 36 લાખના એમડી ડ્રગ્સ સાથે રેલનગરમાંથી ઝડપી લીધા હતા. બંને આરોપીઓ ઉપરોક્ત ગુનામાં જેલમાં હતા હવે ગુજસીટોકમાં પણ આરોપી બન્યા છે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ફાયરિંગ કેસમાં અન્ય આરોપીઓની શોધખોળમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે મુરઘા ગેંગના ગેંગ લીડર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઈ પઠાણ, સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા અને દેવપરાના શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ ઉર્ફે દુલીયાભાઈ વેતરણની ધરપકડ કરી એસઓજી દ્વારા ગઈકાલે ઘટનાસ્થળે લઇ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું ત્રણેયને સાંજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય છે અત્રે ઉલ્લેખનીય છે કે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી થઇ ચુકી છે હવે ટુંક સમયમાં મુરગા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાય તેવી દ્રઢ શક્યતા સેવાઈ રહી છે.



