ભાજપે લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી દીધી છે. તેમાં 9 ઉમેદવારોના નામ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે ભાજપે આસનસોલ બેઠક પર નવો ઉમેદવારો ઉતાર્યો છે. પહેલા આ બેઠક પરથી ભોજપુરી ફિલ્મ સુપરસ્ટાર પવન સિંહને ટિકિટ આપવામાં આવી હતી પણ તેણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. એટલા માટે હવે તેમની જગ્યાએ એસ.એસ.અહલુવાલિયાને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત ચંડીગઢથી કિરણ ખૈર અને પ્રયાગરાજથી બહુગુણા જોશીની ટિકિટ કપાઈ છે. આ બેઠકો ઉપર ભાજપે નવા ઉમેદવારો ઉતાર્યા છે.
BJP releases its 10th list of candidates for the Lok Sabha elections.#LokSabaElection2024 pic.twitter.com/gyPPEm7Z40
- Advertisement -
— ANI (@ANI) April 10, 2024
કુલ નવ ઉમેદવારો જાહેર કરાયા
- Advertisement -
ભાજપે લોકસભા ચૂંટણી માટે આ 10મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવ ઉમેદવારોના નામ છે. જેમાં ઉત્તર પ્રદેશની સાત બેઠકો અને પશ્ચિમ બંગાળની આસનસોલ અને ચંદીગઢ બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપે ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખૈરનું પત્તું કાપી નાખ્યું છે. સંજય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંજય ટંડન ચંદીગઢના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં હિમાચલ પ્રદેશના સહ-પ્રભારી પણ છે.
શત્રુઘ્ન સામે કોણ…?
આ સિવાય આસનસોલથી શત્રુઘ્ન સિંહા સામે એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના નેતાએ યુપીની બલિયા સીટ પરથી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ આપી છે.આ સિવાય પારસનાથ રાયને યુપીના ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે યુપીની ફુલપુર બેઠક પરથી પ્રવીણ પટેલ અને અલ્હાબાદ બેઠક પરથી વર્તમાન સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને નીરજ ત્રિપાઠીને આપવામાં આવી છે. બી.પી. સરોજને યુપીના મછલીશહરથી ટિકિટ આપવામાં આવી છે. વિનોદ સોનકરને કૌશામ્બીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે મૈનપુરી સીટ પર સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ સામે જયવીર ઠાકુરને ટિકિટ આપી છે. હાલમાં તેઓ યુપીની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે.