જૂનાગઢની 108 ટીમે અમદાવાદના ડૉક્ટર સાથે વાત કરી એમ્બ્યુલન્સમાં સારવાર આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
ગુજરાત સહીત સોરઠમાં 42 ડિગ્રી પાર તાપમાન જોવા મળતા આકાશ માંથી અગ્નિ વર્ષી રહી છે.ત્યારે લોકોમાં આરોગ્ય લક્ષી સમસ્યા વધી જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.ભારે ગરમીના લીધે બાળકો તેમજ વૃદ્ધ અને સગર્ભા મહિલાના કેસો વધ્યા છે.ત્યારે 108 જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વંથલી તાલુકના શાપુર ગામના એક બાળકને તાવ, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ પડતા 108 સેવાને કોલ આવ્યો હતો અને ફરજ પરના ઈએમટી હર્ષાબેન વાજા અને પાઇલોટ જયરાજભાઈ સુરુ તુરંત શાપુર ગામે પોહચીને બાળકની તપાસ કરવામાં આવી હતી જેમાં બાળકની તબીયત નાજુક જણાતા તુરંત અમદાવાદ હેડ ઓફિસના ડો.મહેશભાઈ સાથે વાતચીત કરીને તુરંત જરૂરી સારવાર 108માં આપવામાં આવી હતી અને તુરંત જૂનાગઢ સીવીલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે લઈજવામાં આવેલ ત્યારે 108 કર્મીઓ દ્વારા પેહલા જરૂરી સારવાર આપીને તાત્કાલિક હોસ્પિટલ બાળકને પોહાચાડતા બાળકની અમૂલ્ય જીદંગી બચી ગઈ હતી આજે બાળકની તબિયત સારી હોવાથી પરિવારે 108નો આભાર માન્યો હતો.