108ની ઉજવણીમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સેવાનો પર્યાય ગણાતી 108 ની સેવાઓ આખા ગુજરાતમાં જગ જાહેર છે, ત્યારે રક્ષબંધ પર્વ પર 108 ની કામગીરીઓ ઉડીને આંખે વળગે તેવી જૂનાગઢ 108 ટીમ એકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.
- Advertisement -
રક્ષા બંધનના પાવન અવસર પર જૂનાગઢની 108 ની સેવા દ્વારા ખિલખિલાટ, 181 અભ્યમ સેવા, 1962 પશુ હેલ્પલાઇન સેવા સહિતના મહિલા કર્મીઓએ ભાઈ બહેનના હેતનું પ્રતીક ગણાતી રાખડીઓ બાંધીને સુરક્ષા અને સેવાના સમન્વય જાળવાઈ રહે ને સમાજસેવામાં ઓતપ્રોત રહેતી 108 ટીમ દ્વારા મુસ્લિમ કર્મીઓ હિન્દુ મહિલા કર્મી બહેનો પાસે રાખડી બંધાવી હતી. બીજી તરફ મુસ્લિમ મહિલા કર્મીઓએ હિન્દુ ભાઈઓને રાખડી બંધાવી હતી. તેમજ એકબીજાએ પરસ્પર કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ પ્રજ્વલીત કરી હતી. 108ની વિવિધ સેવાઓમાં હંમેશા દિવસ રાત ખડેપગે સેવાઓ આપતી ટીમવર્કની રક્ષાબંધનએ કોમી એકતાની ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.