આરોગ્યની સુખાકારી અને કાળજી માટે 108 એમ્બ્યુલન્સ તથા ખીલખીલાટ લોક સેવામાં હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ વાન દિવાળીના તહેવારમાં આવનાર ઈમરજન્સીને પહોંચી વળવા સુસજ્જ થઈ ગઈ છે. ખાસ કરીને આ દિવાળીના તહેવારમાં સંભવિત આગ અને અકસ્માતની દુર્ઘટનામાં તુરત સારવાર મળી રહે તે માટે 108ની ટીમ તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે હોસ્પિટલમાં ખસેડવા માટે ચાલતી ખીલખીલાટ વાન દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે તેમ ઇન્ચાર્જ ચેતન ગાંધી તથા માનસિંગ ચાવડાએ જણાવ્યું હતું. દિવાળીના તહેવારમાં 108 ઈમરન્સી સેવામાં પ્રતિ વર્ષ ઈમરજન્સી કેસોના વધારો નોંધાતો હોય છે. ત્યારે આવી આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા માટે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થસર્વિસ અને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર દ્વારા તૈયારી કરી લેવામાં આવી આમાં રાજકોટ જિલ્લામાં કુલ 86 એમ્બ્યુલન્સ તથા 22 ખીલખીલાટ વાન તૈનાત રખાઈ છે. દિવાળીના સંભવિત તમામ ઈમરજન્સી કેસોને પહોંચી વળવા માટે તમામ સંસાધનો અને દવાઓના પૂરતા સ્ટોક સાથે રાખવા આવેલા છે