મૃત્યુ અટકાવવામાં 108 એમ્બ્યુલન્સનો સિંહ ફાળો
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાના સીમાસી ગામે વિલાશબેન વાઘેલાને ડિલિવરીનો દુ:ખાવો થવાથી આશા વર્કર પુજાબેને 108નો સંપર્ક કરેલ. મેંદરડા 108 એમ્બ્યુલન્સ તુરંત સીમાસી ગામે પહોસી ગયેલ.વિલાશ બેનને ઘરેથી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં અસહ્ય પ્રસૂતિ દુ:ખાવો ઉપાડવાથી ઈ.એમ.ટી. મયુર બારડ અને પાયલોટ જયેન્દ્ર દાસ ગોંડલીયાએ રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખીને ડિલિવરી કરવાનું નિર્ણય લીધો વિલાશબેનના પેટમાં જોડ્યા બાળકો હતા.
- Advertisement -
તેવી પરિસ્થિતિમાં આશા વર્કર પુંજાબેન જાદવની મદત લઈ નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી જન્મ પછી બાળક અને માતાની હાલત નાજુક હતી તેથી અમદાવાદ ખાતે રહેલા નિષ્ણાત ડોક્ટરની મદદથી ઈ.એમ.ટી.મયુર બારડ જરૂરી સારવાર 108માં આપી માતા અને બે બાળકોને મેંદરડા સરકારી દવાખાને ખસેડ્યા. હાલ માતા અને બાળકોની તંદુરસ્ત છે. આમ 108ની સારવારને લીધે 3 અમુલય જિંદગીને નવું જીવન મળેલ. 108ની સફળ કામગીરીને માતાના પરિવારજનોએ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.