શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું નિવેદન: 108ને દરરોજ હાર્ટ ઈમરજન્સીના 173 કોલ મળે છે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળ બાદ છેલ્લા કેટલાંક વખતથી ખાસ કરીને યુવાનોમાં વદેલા હાર્ટએટેકનાં બનાવોથી ચિંતા છે ગુજરાતને છેલ્લા છ મહિનામાં 1052 લોકોના હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયા હતા અને તેમાંથી 80 ટકા વયથી આ વર્ષની વય જુથનાં હોવાનૂં રાજયનાં શિક્ષણમંત્રી કુબેલ ડીંડોરે
કહ્યું હતું. યુવા વર્ગમાં વધતા હાર્ટ એટેકનાં કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજયના બે લાખ શિક્ષકો તથા પ્રોફેસરોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે. હાર્ટ એટેકની ઈમરજન્સી પરિસ્થિતિમાં આ ટ્રેનીંગ ઘણી ઉપયોગી રહેશે. તેઓએ કહ્યુ કે છ મહિનામાં 1052 લોકો હાર્ટ એટેકથી મોતને ભેટયા હતા તેમાં 80 ટકા યુવાન હતા અને તેઓ મેદસ્વીપણાનો પણ સામનો કરતા ન હતા. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને દરરોજ હૃદયરોગ સંબંધી કોલ મળે છે. આ સ્થિતિમાં યુવા વર્ગ તથા પરિવારોમાં પણ ગભરાટ છે. ક્રિકેટ રમતા કે પ્રસંગમાં ડાન્સ કરતાં અથવા ગરબા રમતા રમતા હાર્ટએટેક આવ્યાના કિસ્સા માલુમ પડયા જ છે.
હાર્ટએટેકથી લોકોને બચાવી શકાય તે માટે શિક્ષકોને સીપીઆર તાલીમ લેવાનું આહવાન કર્યું હતું. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા 3 થી 13 ડીસેમ્બર દરમ્યાન સ્કુલ-કોલેજોનાં બે લાખ શિક્ષકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. પોલીસ તથા ભાજપ આગેવાનોને આ પ્રકારની તાલીમ આપવામાં આવી જ છે.