ઝોન-2 DCP જગદીશ બાંગરવાને રાજકોટ DCP ક્રાઈમ તરીકે નિમણૂક,
ટ્રાફિક DCP પૂજા યાદવ ડાંગના SP, વિજય સિંઘ ગુર્જર રાજકોટના નવા SP
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યમાં એકસાથે 105 ઈંઙજ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં ઉઈઙ અને જડ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ, રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજાસિંહ ગોહિલને કમાનડંટ, એસપી રાજકોટ રૂરલના હિમકરસિંહને સાબરકાંઠા એસપી, રાજકોટ ઝોન-1ના ડીસીપી એસવી પરમારને એસઆરપીએફના અમદાવાદના ડીસીપી, રાજકોટ ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાને રાજકોટ ડીસીપી ક્રાઈમ, રાજકોટ જેલ વડા રાઘવ જૈનને સુરત ડીસીપી, રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને ડાંગના એસપી, જામનગર એસપી પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર એસપી, ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાને અરવલ્લીના એસપી, દેવભૂમિ દ્વારકાના એસપી નીતેશ પાંડેને ભાવનગર એસપી, બોટાદ એસપી કિશોર બોળીયાને ગાંધીનગર એસપી, સાવકુન્ડલા એસપી અમિતકુમારને ગાંધીનગર ડીજીપી ઓફીસ ખાતે ઓફિસર, મહુવા એસપી અંશુલ જૈનને ભુજ એસપી, પોરબંદર એસપી સહિત્યા વી. ને ગાંધીનગર એસપી, ગોંડલના એસઆરપીએફ અધિકારીને ગાંધીનગર એસપી, ભાવનગર એસપી હર્ષદકુમાર પટેલને દાહોદ એસપી, રાજકોટ રૂરલ હેડ ક્વાર્ટરના અધિકારી આર.આર. રઘુવંશીને અમદાવાદ એસપી તરીકે બદલી કરવામાં આવ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો હરપાલસિંહ જાડેજાની રાજકોટ ટ્રાફિકનાDCP તરીકે,રાજકોટના નવા DCP ઝોન 02 તરીકે રાકેશ દેસાઈની અને DCP ઝોન 01 તરીકે હેતલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.