33 ગુજરાતીઓ પણ લેન્ડ: ખાસ વાહન મારફત અમદાવાદ લવાશે
અમેરિકાથી ગઇકાલે ખાસ લશ્કરી વિમાનમાં ભારત પરત મોકલાયેલા ગેરકાનૂની રીતે ઘુસેલા 104 ભારતીયઓ અમૃતસર એરપોર્ટે પહોંચ્યા છે જેમાં 13 બાળકોનો સમાવેશ થાય છે.
- Advertisement -
અમેરિકાએ કુલ 205 ભારતીયોઓને ડીપોર્ટ કર્યા છે. પરંતુ બાકીના ભારતીયો ક્યાં છે તે જાહેર થયું નથી. 104માં હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના 2-2 લોકોનો સમાવેશ થાય છે.
ગુજરાતના લોકોને ખાસ વાહન મારફત અમદાવાદ લવાશે.