ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને વાંકાનેર પાલિકાની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે વાંકાનેર પાલિકાની કુલ મળીને 7બેઠક માટે કુલ મળીને 102 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને નિરીક્ષકો પાસે ટિકિટની દાવેદારી કરવામાં આવી હતી. મોરબી જીલ્લામાં વાંકાનેર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે જેના માટે સોમવારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નિરીક્ષક તરીકે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અને વાંકાનેર પાલિકના 7 વોર્ડની 28 બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવાની છે ત્યારે સેન્સ આપવા માટે 28 બેઠક માટે કુલ મળીને 102 ભાજપના આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવેલ છે જેમા વોર્ડ નંબર1માંથી 22 વોર્ડ નંબર 2માંથી 14 વોર્ડ નંબર 3માંથી 14 વોર્ડ નંબર 4માંથી 1વોર્ડ નંબર 5માંથી 16 વોર્ડ નંબર 6માંથી 22 વોર્ડ નંબર 7માંથી 13 આગેવાનો દ્વારા નિરીક્ષકો પાસે ટિકિટની માંગણી કરવામાં આવેલ છે.