મહિલા કોલેજ વિસ્તારની સોસાયટીમાં રહેવાસીઓએ રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્માર્ટ મીટર સામે ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે. મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળ આવેલા વિસ્તારમાં લગાવવામાં ઓલ 148 સ્માર્ટ મીટરનું બીલ તોતીંગ આવતું હોવાની ફરિયાદ સાથેનું એક ટોળું વડી કચેરીએ દોડી આવી ફરી જૂના મીટર ફીટ કરવાની માંગ સાથે વીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી.
- Advertisement -
મહિલા કોલેજ સબ ડિવિઝનના જીવનનગર, સહકારનગર, યોગી વંદના અને સોનમ-2 સોસાયટીમાં સ્માર્ટ મીટર લાગવવામાં આવ્યા છે. આ વિસ્તારના રહેવાસી ગીતાબેન શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જૂના મીટરમાં બે મહિનાનું બિલ 2000થી 2800 રૂપિયાની વચ્ચે આવતું હતું. પરતું સ્માર્ટ મીટરમાં છેલ્લા 10 દિવસનું બિલ 2800 રૂપિયા આવ્યું છે. માત્ર 10 દિવસમાં તોતીંગ બીલ આવતા રહેવાસીઓ આજે ઙૠટઈકની કચેરીમાં રજૂઆત કરી છે.
પ્રોજેક્ટ શાખાના મુખ્ય ઈજનેર આર.જે.વાળાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનું ટોળું કચેરીમાં આવ્યું હતું. તેઓની રજૂઆત સાંભળ્યા બાદ ચેક મીટર લગાવવા જણાવાયું હતું. પરતું તે અંગે ગ્રાહકોએ કોઈ પ્રત્યુતર આપ્યો નથી. ગ્રાહકોના મનમાં વધુ બિલ આવતો હોવાનો ભ્રમ છે. સ્માર્ટ મીટર ફાસ્ટ ચાલે છે તે વાત હંબક છે. અગાઉના વિરોધના કારણે હવે બિલના સોફટવેરમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું મુલત્વી રાખવામાં આવ્યું છે. તેના બદલે સરકારી કચેરી અને ઙૠટઈકના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે.