લોકભાગીદારીથી 400 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં નલ સે જલ યોજનાની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં પ્રભાતપુર ગામમાં ઘેરઘેર નળ કનેક્શન અપાયા છે. બહેનોને પહેલા બેડા લઇને પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ હવે ઘેરઘેર નળ કનેક્શનથી પાણી ઘેર મળી રહે છે.
- Advertisement -
જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામના સરપંચ રાકેશભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 1600ની વસ્તી છે. ગામના લોકોને સરકારી યોજનાનો પુરતો લાભ મળી રહ્યો છે. સરકારની યોજના હેઠળ અમારા ગામમાં 100 ટકા નળ કનેક્શન અપયા છે. પહેલા બહેનોને બેડા લઇને પાણી ભરવા જવું પડતું હતું પરંતુ સરકારીની નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરને નળ કનેક્શન મળતા હવે બહેનોને દુર-દુર સુધી પાણી ભરવા જવું પડતું નથી અને ઘેરઘેર નળ કનેક્શનથી શુદ્વ પીવાનું પાણી મળતું થયું છે.પ્રભાતપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે લોકભાગીદારીથી ગામમાં 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરી, તેનું ફેશીંગ કરી, તેનું જતન કરવામાં આવી રહ્યું છે. તેમજ ગામના યુવાનો, વડીલો અને બાળકોમાં વાંચન વધે તે માટે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. આવી રીતે સરકારની યોજનાઓ થકી ગામને આદર્શ બનાવવાનું સપનું છે.