ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગુજરાત રાજ્યના 352 કિલોમીટરમાંથી 100 કિલોમીટરના પિયર વર્કને પૂર્ણ કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી જાહેર કરી છે. જેમાં ગુજરાત ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં 193 કિમીની લંબાઈમાં પાઈલ નાખવામાં આવ્યો છે. 9.2 કિમી વાયડક્ટ પૂર્ણ થયું છે જેમાં નવસારી નજીક 2.5 કિમી સતત વાયડક્ટ અને 6.7 કિમી અલગ-અલગ સ્થળોએ બાંધવામાં આવેલ છે. જ્યારે ગર્ડર કાસ્ટિંગ – 22.7 કિમી ગર્ડર નાખવામાં આવ્યા છે અને 9.2 કિમી ગર્ડર ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત અને દાદરા નગર હવેલી ના 8 જીલ્લાઓમાંથી પસાર થતી સંરેખણ સાથે બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. તેમજ વાપીથી સાબરમતી સુધીના 8 ઇંજછ સ્ટેશનો પરના કામો બાંધકામના વિવિધ તબક્કામાં છે તથા નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલનું કામ ચાલુ છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનું જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. જેના લીધે હવે બુલેટ ટ્રેન પ્રોજેકટના કામમાં ઝડપ આવશે. જેમાં ગુજરાતમાં 737 હેક્ટર જમીન સંપાદન માટે 5707 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. તેમજ હાલ રાજ્યમાં વડોદરાથી લઇને વાપી સુધી અલગ અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની મોટાભાગની જમીનનું સંપાદન થઈ ગયું છે. તેમજ વડોદરાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.