પ્રકાશ રાજ તેમના બેબાક અંદાજ, સરકાર પર હુમલો અને પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. EDએ પ્રકાશ રાજને સમન મોકલ્યું છે, શું છે સમગ્ર મામલો. EDએ પ્રકાશ રાજને મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે.
બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજ હંમેશા ચર્ચામાં રહે છે. પ્રકાશ રાજ તેમના બેબાક અંદાજ, સરકાર પર હુમલો અને પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. EDએ પ્રકાશ રાજને સમન મોકલ્યું છે, શું છે સમગ્ર મામલો. EDએ પ્રકાશ રાજને મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે.
- Advertisement -
પ્રકાશ રાજ કંપનીના એમ્બેસેડર
તિરુચિરાપલ્લી સ્થિત ભાગીદારી પેઢી, પ્રણવ જ્વેલર્સ સામે કેસ મામલે તપાસ કરવામાં આવી રહી છે. EDએ 20 નવેમ્બરે પ્રણવ જ્વેલર્સમાં દરોડા પાડ્યા હતા અને 23.70 લાખ રૂપિયાની કિંમતની રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. પ્રકાશ રાજને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચેન્નાઈની ફેડરલ એજન્સી સમક્ષ હાજર થવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ED પ્રકાશ રાજનું નિવેદન રેકોર્ડ કરશે અને કંપનીએ અભિનેતાને કેટલી ચૂકવણી કરી છે તથા અન્ય કેટલા અન્ય નાણાંકીય વ્યવહાર કરવામાં આવ્યા છે તે નોંધવામાં આવશે.
જનતા સાથે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી
પ્રકાશ રાજે 2019ની લોકસભા ચૂંટણીમાં બેંગલુરુ સેન્ટ્રલ સીટના એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ સફળતા મળી નથી. તમિલનાડુ પોલીસ ઈકોનોમિક ઓફેન્સ વિંગની FIRથી આ મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, પ્રણવ જ્વેલર્સે હાઈ રિટર્ન આપવાની સાથે સોનામાં રોકાણ કરવાની યોજનાના નામે 100 કરોડ રૂપિયા જમા કર્યા છે. પ્રણવ જ્વેલર્સ રોકાણકારને રકમ પરત કરી શકી નહોતી. ફર્મ તથા અન્ય લોકોએ સોનુ ખરીદવાની આડમાં જનતાના પૈસે નકલી સંસ્થાને હસ્તાંતરિત કરીને જનતા સાથે છેતરપિંડી કરી છે.
100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા
પ્રણવ જ્વેલર્સના પુસ્તકમાં સપ્લાયર પાર્ટીઓમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રણવ જ્વેલર્સને 100 કરોડ રૂપિયાથી વધુની રકમ એડજસ્ટમેન્ટ અને ફર્જી અકોમોડેશન એન્ટ્રી આપવાની વાત નોંધાઈ છે. આરોપી વ્યક્તિઓને રોકડ આપવામાં આવી હોવાનું કબૂલ્યું છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે, તપાસ દરમિયાન આપત્તિજનક દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની રોકડ, 11.60 કિલોગ્રામ વજનનું રિ-બુલિયન અને સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.