- અધિકતમ 50 હજાર રૂપિયા દર વાહને સહાયતા અપાશે.
નાના ઈલેકટ્રીક વાહન ખરીદનારાઓ માટે ગુડ ન્યુઝ છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નવી યોજના ઈલેકટ્રીક મોબીલીટી સ્કીમ 2024 આરંભ કરી છે. જે અંતર્ગત ચાર મહિના સુધી ઈ-ટુ વ્હીલર તેમજ થ્રી-વ્હીલર ખરીદનારને પ્રોત્સાહન રૂપે 10થી50 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવશે. ખરીદનારાઓને આ યોજનાનો 1 એપ્રિલથી મળશે. હાલના સમયમાં ફેમ-2 યોજના ચાલી રહી છે જે 31 માર્ચે ખતમ થઈ છે.
ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ અહીં એક કાર્યક્રમમાં યોજનાનો આરંભ કરતા જણાવ્યું હતું કે, 500 કરોડ રૂપિયાની આ યોજના લાગુ કરવામાં આવી રહી છે, તેનો ઉદેશ નાના ઈલેકટ્રીક વાહન ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે. યોજના અંતર્ગત ઈલેકટ્રીક ટુવ્હીલરની ખરીદી પર દર કિલોવોટે 5000 અને અધિકતમ 10,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
- Advertisement -
થ્રી વ્હીલર પર 50 હજારની સહાયતા: ઈ-રિક્ષા કે નાના થ્રી વ્હીલરની ખરીદી પર દર કિલોવોટે 5000 અને અધિકતમ 25 હજાર સુધીની સહાયતા પ્રદાન કરવામાં આવશે. કુલ 41306 થ્રી વ્હીલર અને 13590 ઈ-રિક્ષા માટે આ સહાયતા મળશે. આ સિવાય મોટા 25238 થ્રી વ્હીલર વાહનોને પણ આ સહાયતા આપવામાં આવશે.