જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 10 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 7 સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
કેવી રીતે બની આ ગોઝારી ઘટના?
- Advertisement -
આ ભયાનક અકસ્માત ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલા ખન્ની ટોપ પાસે થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ઊંચાઈવાળી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, જેમાં 17 જવાનો સવાર હતા. ખન્ની ટોપ પાસે ડ્રાઈવરે વાહન પરથી સંતુલન ગુમાવી દેતા, ગાડી સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
સેના-પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી
દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં 7 સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે ઉધમપુર મિલિટરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




