ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચે તાલાલા સાસાણ પાસે આવેલ ફામ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ઇસમો સહિત ફાર્મ હાઉસ સંચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ઝાલા તેમજ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તાલાલા તાલુકાનાં સાસણ વિસ્તાર પાસે આવેલ ગીર-મેંગો વેલીઇ રીસોર્ટમાં દારૂની મહેફીલ માણતા કિશન ભુવા, મયુર પાઘડાર, રીધમ ચોવટીયા, રોનક ચોવટીયા, ધવલ હીરપરા, લાલદાસ દુધ્રેજા તમામ રહે. ચારણ સમઢીયાળા, તા.જેતપુર, જિ.રાજકોટવાળા છ ઇસમોને દારૂની મહેફીલ માણતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.
- Advertisement -
જ્યારે તાલાલા વિસ્તારના અન્ય ફામોમાં પણ દારૂની મહેફીલ માણતા હોવાની જાણ થતાં અન્ય ફામોમાં રેઇડ કરી હતી. જેમાં વાઇટલાઇન રીસોર્ટમાંથી પીધેલી હાલતમાં ચાર ઇસમો ઝડપાયા હતા. જેમાં નીલદીપ ચાવડા, જય સૌસાણી, કાળુભાઇ ગોહીલ અને રાજ અશોક ભટ્ટીને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ સાસણ પાસે આવેલ રિસોર્ટમાંથી કુલ 10 ઇસમો સામે પ્રોહીબીશનની સફળ કામગીરી ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચે કરી હતી.