વડોદરાના આજવાના એકતાનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના એકતાનગરમાં હનુમાનજીના મંદિરમાં આરતી અને અઝાન એક સમયે વાગતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં 3 ઈજાગ્રસ્ત થયા હતા.
મંદિરમા લાઉડસ્પીકર મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.
- Advertisement -
એકતાનગરમાં સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં લાઉડસ્પીકર બાબતે બે જૂથ સામ સામે આવી ગયા હતા. બંને ટોળા એકબીજાની સાથે રકઝક કરીને લાઉડસ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરી રહ્યા હતા. બાદમાં થોડીવાર આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવા લાગ્યા હતા જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી.
આ મામલે સાત સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. મંદિરમાં આરતી અને અઝાન એક સમયે થતા મામલો બીચક્યો હતો. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સાત લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વિજય શાહે કહ્યુ કે ઘણા સમયથી એકતાનગરમાં ઘર્ષણ થાય છે. પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.